Followers

22 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 5 | JAIN STUTI STAVAN

ગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ – 5

SHREE AADINATH CHARITRA (BHAG) - 5 


સ્વપ્ન-08

ત્યારપછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ધ્વજા જુએ છે. તે ધ્વજા શ્રેષ્ઠ સુવર્ણના દંડ ઉપર પ્રતિષ્ઠિત હતી. તે લીલા, લાલ, પીળા, શ્વેત વગેરે વિવિધ રંગોના વસ્ત્રોથી બનેલી હતી. પવનથી લહેરાતી તે ધ્વજા મયુર પંખ સમાન શોભાયમાન હતી. તે ધ્વજાના ઉપરના ભાગમાં શ્વેતવર્ણનો સિંહ ચિતરેલ હતો. સ્ફટિક, શંખ, અંકરત્ન, મોગરા, જળકણ અને રજત કળશ સમાન ઉજ્જ્વળ હતી, પવનને લીધે ધ્વજા અહીંતહીં ડોલાયમાન થઈ રહેલ હતી. જેથી એમ લાગતું હતું કે સિંહ આકાશમંડળ ભેદન કરવા માટે ઉદ્યમ કરી રહેલ છે. તે ધ્વજા સુખકારી, મંદ મંદ પવનથી લહેરાતી હતી, અતિશય ઉન્નત હતી. મનુષ્યોને માટે દર્શનીય હતી એવી ધ્વજા આઠમે સ્વપ્ને ત્રિશલાદેવી જુએ છે.

સૂચક – વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળા પુત્રને સૂચવનારસ્વપ્ન-09

ત્યારબાદ ત્રિશલાદેવી સ્વપ્નમાં કળશ જુએ છે. તે કળશ વિશુદ્ધ સોનાની માફક ચમકી રહેલ હતો. નિર્મળ નીરથી પરિપૂર્ણ હતો. દેદીપ્યમાન હતો. ચારે બાજુ કમળોથી ઢંકાયેલો હતો. બધી જાતના મંગળચિત્રો તેના ઉપર ચિતરેલ હોવાથી તે સર્વ મંગળમય હતો. જે શ્રેષ્ઠ રત્નોથી બનાવેલ કમળ ઉપર તે કળશ સુશોભિત હતો, જેને જોતાં જ રત્નોથી નેત્ર આનંદવિભોર થઈ જતાં હતાં. તેની પ્રભા ચારેય દિશાઓમાં ફેલાઈ રહેલ હતી, જેનાથી બધી દિશાઓ આલોકિત હતી. લક્ષ્મીદેવીનું તે પ્રશસ્ત ઘર હતું. બધી જાતનાં દૂષણોથી રહિત, શુભ તથા ચમકદાર અને ઉત્તમ હતો. સર્વ ઋતુઓનાં સુગંધિત ફૂલોની માળાઓ કળશના કંઠ ઉપર રાખેલી હતી. એવા ચાંદીના પૂર્ણ કળશને ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે.

સૂચક – સર્વ અતિશયોનો પૂર્ણ પાત્ર એવો પુત્ર સૂચવનાર

સ્વપ્ન-10


તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં પદ્મ સરોવરને જુએ છે. તે પદ્મ સરોવર પ્રાતઃકાળના સૂર્યની રશ્મિઓથી વિકસિત, સહસ્ર પાંખડીઓવાળાં કમળની સૌરભથી સુગંધિત હતું. તેનું પાણી કમળના પરાગ પડવાથી લાલ અને પીળા વર્ણનું દૃષ્ટિગોચર થઈ રહેલ હતું. તેમાં જળચર જીવોનો સમૂહ અહીં તહીં પરિભ્રમણ કરી રહેલ હતો. મત્સ્યાદિ જેના જળનું પાન કરી રહેલ હતાં. તે સરોવર અત્યંત ઊંચું અને લાંબુ પહોળું હતું. સૂર્યવિકાસી કમળો, લાલ કમળો, મોટાં કમળો, શ્વેત કમળો, એ બધી જાતનાં કમળોથી તે શોભાયુક્ત હતું. તે અતિ રમણીય હતું. પ્રમોદયુક્ત ભમરા અને મસ્ત મધમાખીઓ કમળો ઉપર બેસીને તેનું રસપાન કરી રહેલ હતી. તે સરોવર ઉપર મધુર કલરવ કરનારા કાલહંસ, બગલા, ચક્રવાક, રાજહંસ, સારસ વગેરે વિવિધ પક્ષીઓનાં યુગલો જળક્રીડા કરી રહેલ હતાં. તેમાં કમલિની દળ ઉપર પડેલાં જળકણો સૂર્યનાં કિરણો પડવાથી મોતીની માફક ચમકી રહેલ હતાં. તે સરોવર હૃદય અને નેત્રોને પરમ શાંતિ આપનાર હતું અને કમળોથી રમણીય હતું એવું સરોવર ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે.

સૂચક – સંસારરૂપી અટવીમાં પડેલાં મનુષ્યોના પાપરૂપ તાપને હરનાર પુત્ર સૂચવનાર


સ્વપ્ન-11તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં ક્ષીરસાગરને જુએ છે. તે ક્ષીરસાગરનો મધ્ય ભાગ ચંદ્રકિરણોના સમૂહની માફક શોભાયમાન હતો, અને અત્યન્ત ઉજ્જ્વળ હતો. ચારેય બાજુથી ઉછળતા પાણીથી અત્યંત ઊંડો હતો. તેની લહેરો ચંચળ હતી તે ખૂબ ઉછળી રહી હતી જેથી તેનું પાણી પરંગિત હતું. પવનના ઝપાટાથી તે વારેવારે માત્ર તરંગિત જ થઈ રહેલ હતું એમ નહિ પરંતુ એમ લાગી રહેલ હતું કે તટથી ભટકાઈને દોડી રહેલ હોય-તે સમયે તે મોજાં નૃત્ય કરતાં હોય અને ભયથી વિહ્વળ થઈ ગયેલ હોય તેવાં લાગતાં હતાં. તે પ્રકાશિત અને સોહામણી ઊર્મિઓ ક્યારેક એવી લાગતી હતી જાણે કે થોડી જ વારમાં તટને ઓળંગી જશે. વળી પાછી ફરતી દેખાતી હતી. તેમાં રહેલા વિરાટ મગરમચ્છ, તિમિમચ્છ, તિમિંગલમચ્છ, નિરુદ્ધ, તિલતિલય વગેરે જળચરો, પોતાની પૂંછડીને જ્યારે પાણી ઉપર ફટકારતાં હતાં ત્યારે તેની ચારેય બાજુ કપૂર જેવાં ઉજ્જ્વળ ફીણ ફેલાઈ જતાં હતાં. મહાનદીઓનો પ્રબલ પ્રવાહ પડવાથી તેમાં ગંગાવર્ત નામના આવર્તો (ચક્ર) ઉત્પન્ન થતાં હતાં. તે ભ્રમરમાં પાણી ઉછળતાં અને ફરી પાછાં પડતાં તથા ચારેય બાજુ ફરી વળતાં ચંચળ દેખાતાં હતાં. એવા ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્ય મુખવાળી ત્રિશલાદેવી જુએ છે.

સૂચક – અધૃષ્ય છતાં પણ સમીપે અવશ્ય જવા યોગ્ય એવા પુત્રને સૂચવનાર


સ્વપ્ન-12

તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં શ્રેષ્ઠ દેવવિમાન જુએ છે. તે દેવવિમાન નવોદિતસૂર્યબિંબ માફક પ્રભાસંપન્ન અને દેદીપ્યમાન હતું. તેમાં સોનાના બનાવેલા અને મહામણિઓથી જડિત એક હજાર આઠ સ્થંભ હતા તે જે પોતાના અલૌકિક પ્રકાશથી આકાશમંડળને આલોકિત કરી રહેલ હતા. તેમાં સ્વર્ણના પતરાં ઉપર જડેલાં મોતીઓના ગુચ્છા લટકી રહેલ હતા. તે કારણે તેમાં આકાશ વધારે ચમકતું દેખાતું હતું. દિવ્યમાળાઓ પણ લટકી રહેલ હતી. તે વિમાન ઉપર વરૂ, વૃષભો, અશ્વો, મનુષ્યો, મગરો, પક્ષિઓ, સર્પો, કિન્નરો, રૂરૂમૃગો, શરભો (અષ્ટાપદો) ચમરી ગાયો તથા વિશેષ પ્રકારનાં જંગલી પશુઓ, હાથીઓ, વનલતા, પદ્મલતા વગેરેનાં વિવિધ પ્રકારનાં ચિત્રો ચિતરેલ હતાં. તેમાં ગંધર્વો મધુર ગીત ગાઈ રહેલ હતા, વાદ્ય વાગી રહેલ હતાં કે જેનાથી તે ગરજતાં માલૂમ પડતાં હતાં. તેમાં દેવદુંદુભિનો ઘોષ થઈ રહેલ હતો કે જેનાથી તે વિપુલ મેઘની ગંભીર ગર્જનાની માફક સંપૂર્ણ જીવલોકને શબ્દાયમાન કરતું હોય તેવું લાગતું હતું. કાળાગુરુ, શ્રેષ્ઠ કુંદરુક, તુરુકક (લોબાન) તથા બળતા ધૂપથી તે મહેકી રહેલ હતું અને મનોહર દેખાતું હતું. તે વિમાનમાં નિત્ય પ્રકાશ રહેતો હતો. તે શ્વેત અને ઉજ્જ્વળ પ્રભાવાળું હતું. દેવોથી સુશોભિત, જ્યાં સદા સુખનો ઉપયોગ થઈ રહેલ છે તેવા શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા વિમાનને દેવી ત્રિશલા જુએ છે.

સૂચક – વિમાનવાસી દેવોથી પણ સેવાનાર પુત્રની પ્રાપ્તિ સૂચવનારસ્વપ્ન-13

તે પછી ત્રિશલા માતાએ સ્વપ્નમાં રત્નનો સમૂહ જોયો. તે રત્નનો સમૂહ ભૂમિ ઉપર રાખેલ હતો. તેનાં પુલક, વજ્ર, ઈન્દ્રનીલ, શાસક, કર્કેતન, લોહીતાક્ષ, મરકત, મસારગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદ્રપ્રભ વગેરે શ્રેષ્ઠ રત્નો હતાં અને તેના યોગે તે રત્નસમૂહ પ્રભાસ્વર થઈ રહેલ હતો. તે રત્નોનો સમૂહ, મેરુપર્વત સમ ઊંચો માલૂમ પડતો હતો. એવા રત્નના સમૂહને ત્રિશલાદેવીએ સ્વપ્નમાં જોયો.

સૂચક – સર્વ ગુણરૂપ રત્નોની ખાણ તુલ્ય પુત્રને સૂચવનાર
સ્વપ્ન-14

તે પછી ત્રિશલાદેવી સ્વપ્નમાં નિર્ધૂમ-ધૂમાડા વગરની અગ્નિને જુએ છે. તે અગ્નિથી શિખાઓ ઉપરની તરફ ઊઠી રહેલ હતી. તે સફેદ ઘી અને પીળા મધથી પરિસિંચિત હોવાને કારણે ધૂમાડા વગરની દેદીપ્યમાન, ઉજ્જ્વળ જ્વાળાઓથી મનોહર હતી. તે જ્વાળાઓ એક બીજામાં મળેલી દેખાતી હતી. તેમાં કેટલીક જ્વાળાઓ મોટી હતી. તે એવી રીતે ઊછળી રહી હતી જાણે કે આકાશને હમણાં પકડી પાડશે એમ દેખાતી હતી. તે જ્વાળાઓના અતિશય વેગના કારણે તે અગ્નિ ઘણો ચંચળ હતો. એ રીતે ચૌદમાં સ્વપ્નમાં ત્રિશલાદેવી નીર્ધૂમ પ્રજ્જ્વલિત અગ્નિને જુએ છે.

સૂચક – અન્ય તેજસ્વીઓના તેજને દૂર કરનાર પુત્રને સૂચવનારક્રમશ..........

No comments:

Post a Comment

ideamage