Followers

શ્રી પરોલી તીર્થ | Paroli Jain Tirth

શ્રી પરોલી તીર્થ 
શ્રી નેમિનાથ ભગવાન 



આ તીર્થ ગોધરા નજીક આવેલા વેજલપુરથી માત્ર 16 કિ. મી. દૂર છે. અહીં ગામની મધ્યમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની અતિ પ્રાચીન પ્રતિમા છે. આ પ્રતિમાનો ઈતિહાસ પણ એટલો જ પ્રાચીન , ભવ્ય અને ચમત્કારપૂર્ણ છે. આ પ્રભુને આથી જ ' સાચા દેવ શ્રી નેમિનાથ ' કહેવામાં આવે છે. પ્રતિમાની કલા પણ અતિ નયન મનોહર છે. 



નેમિનાથ પ્રભુની પ્રતિમા સંપ્રતિ રાજાના સમય પહેલાંની છે. મૂર્તિની ઊંચાઈ 38 ઈંચ છે. એવું કહેવાય છે કે સુલતાન મહંમદ બેગડાના સમયમાં વિક્રમ સંવત 1540માં ધનેશ્વર નામના ગામમાં આ પ્રતિમા હતી. મુસ્લિમ આક્રમણના ભયને કારણે પ્રતિમાને નદીમાં સુરક્ષિત રાખી હતી. કેટલાક વર્ષો બાદ છાણી ગામના શ્રી નાથાભાઈના કુટુંબીઓને સ્વપ્નમાં જિન પ્રતિમા નદીમાં હોવાનો દૈવી સંકેત મળ્યો. એ સ્થળે શોધ કરતાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઈ. વેજલપુર અને બીજા ગામના નિવાસીઓએ પ્રતિમાજી પોતાના ગામમાં લાવવાનો આગ્રહ રાખ્યો. છેવટે એવું નક્કી થયું કે એક બળદગાડીમાં આ પ્રતિમાજીને બિરાજમાન કરવા. એ જ્યાં અટકે ત્યાં મંદિર બનાવવું. એક કહેવાય છે કે આ બળદગાડું પરોલી ગામ પાસે અટકી ગયું. તેથી અહીંના સંઘ દ્વારા જિન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. તેમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. અહીં જૈનેતર ભક્તો દર્શન કરવા આવે છે. સાચા દેવ ભગવાન નેમિનાથ ભક્તને અસીમ કૃપાનો અનુભવ કરાવે છે. આ તીર્થના અધિષ્ઠાયક દેવ જાગૃત અવસ્થામાં હોઈ દેરાસરમાં માંગલિક કર્યો પછી ઘંટરાવ , અમીઝરણાં વગેરે ચમત્કારો અવારનવાર થાય છે. અહીં ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા છે. વિક્રમ સંવત 2003માં શાસન સમ્રાટ સમુદાયના ગચ્છાધિપતી શ્રી સૂર્યોદયસૂરિશ્વરજી મહારાજ સાહેબની દીક્ષા માગશર સુદ 14ના દિવસે 12 વર્ષની વયે પૂજ્ય વિજ્ઞાનસૂરિ મહારાજ સાહેબના હસ્તે થઈ હતી.

તીર્થ સરનામું

પરોલી જૈન તીર્થ રોડ
પરોલી
ગુજરાત 389310
ફોન નંબર : 09909510210

No comments:

Post a Comment

ideamage