Followers

Showing posts with label JAIN STORY. Show all posts
Showing posts with label JAIN STORY. Show all posts

30 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 11 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 11કૌશલિક અર્હંત ઋષભદેવ દક્ષ હતા, દૃઢ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનીત હતા. તેઓ વીસ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય અવસ્થામાં રહેતાં તેમણે જે કળાઓમાં લેખન પ્રથમ છે ગણિત પ્રધાન અને શકુનરૂત અર્થાત્ પક્ષીના શબ્દોથી શુભાશુભ જાણવાની કળા અંતિમ છે, તેવી બોંતેર કળાઓ અને સ્ત્રીઓના ચોસઠ ગુણ તથા સો શિલ્પ; આ ત્રણે ચીજોનો પ્રજાના હિત માટે ઉપદેશ કર્યો. તે બધાનું અધ્યયન કરાવ્યા પછી સો રાજ્યોમાં સો પુત્રોને અભિષેક કર્યો. ત્યાર પછી લોકાંતિક જિતકલ્પી દેવોએ પોતાની પરંપરાનું પાલન કરતાં તે જાતની ઈષ્ટ, મનોહર, પ્રિય, મનોજ્ઞ, મનને આહ્લાદિત કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળરૂપ, પરિમિત, મધુર શોભાયુક્ત, હૃદયને રુચિકર લાગનારી, હૃદયને પ્રસન્ન કરનારી, ગંભીર, પુનરુક્તિ વગેરેથી રહિત વાણીથી ભગવાનને નિરંતર અભિનંદન અર્પિત કરીને, ભગવાનની સ્તુતિ કરતાં તે દેવ આ રીતે બોલ્યા-`હે નંદ! (સમૃદ્ધિમાન) તમારો જય થાઓ, હે ભદ્ર! (કલ્યાણકારી) તમારો જય થાવ, વિજય થાવ, કલ્યાણ થાવ, હે લોકનાથ! બોધ પ્રાપ્ત કરો. સંપૂર્ણ જગતમાં બધા જીવોનું હિત, સુખ અને નિઃશ્રેયસ કરનારા, ધર્મતીર્થનું પ્રવર્તન કરો. તે ધર્મતીર્થ સંપૂર્ણ જગતમાં બધા જીવોને હિતકર, સુખકર અને નિશ્રેયસ કરનારું બનશે. આ પ્રમાણે કહીને તે દેવ જય જય શબ્દનો નાદ કરવા લાગ્યા. ત્યાર બાદ વાર્ષિકદાન આપીને, ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અર્થાત્ જ્યારે ફાગણ માસનો કૃષ્ણપક્ષ આવ્યો ત્યારે, ફાગણ વદ ૮ ના દિવસે પાછલા પહોરે જેમની પાછળ માર્ગમાં દેવ, માનવ અને અસુરોની વિરાટ મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અર્હંત ઋષભ સુદર્શન નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા રાજધાનીની મધ્યમાં થઈને નીકળે છે, નીકળીને જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે, તે તરફ આવે છે, આવીને અશોકના ઉત્તમ વૃક્ષ નીચે, શિબિકા ઊભી રખાવે છે. સ્વયં પોતાના હાથેથી ચાર મુષ્ઠિ લોચ કરે છે.(ઇન્દ્ર ના વિનંતીથી 1 મુષ્ઠિનો લોચ કર્યો નહિ) તેમણે તે વખતે પાણી વિના છઠ ભક્તનું તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રનો યોગ આવતાં જ, ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષોની સાથે એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને મુંડિત થઈને ગૃહવાસથી નીકળે છે અને અણગાર દશાનો સ્વીકાર કરે છે

29 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 10 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ -10


રાજા બન્યા પછી ઋષભદેવે રાજ્યની સુવ્યવસ્થા હેતુથી આરક્ષક દલની સ્થાપના કરી. જેમના અધિકારી `ઉગ્ર' કહેવાયા. મંત્રીમંડળ બનાવ્યું, જેના અધિકારી `ભોગ' નામથી પ્રસિદ્ધ થયા. સમ્રાટના પાસેના માણસો કે જે પરામર્શપ્રદાતા હતા તેઓ `રાજન્ય' ના નામથી વિખ્યાત થયા અને અન્ય રાજકર્મચારી `ક્ષત્રિય' નામથી જાણીતા થયા.

રાજ્યના સંરક્ષણ માટે ચાર પ્રકારની સેના અને સેનાપતિઓનું નિર્માણ કર્યું. સામ, દામ, દંડ અને ભેદનીતિનું પ્રચલન કર્યું. ચાર પ્રકારની દંડ વ્યવસ્થા- (૧) પરિભાષ (૨) મંડલબંધ (૩) ચારક અને (૪) છવિચ્છેદ નું નિર્માણ કર્યું.

પરિભાષ: થોડા વખત માટે અપરાધી વ્યક્તિને કઠોર શબ્દો કહી નજરકેદ તરીકે રાખી દંડ આપવો.

મંડલબંધ: મર્યાદિત ક્ષેત્રમાં રહેવાનો દંડ આપવો. (એક જાતની નજરકેદ)

ચારક: બંદીગૃહમાં બંધ કરીને દંડ આપવો. (કારાવાસ)

છવિચ્છેદ: હાથ, પગ વગેરે અંગોપાંગના છેદનનો દંડ આપવો.

ખાદ્ય સમસ્યાનું સમાધાન: ઋષભદેવની પહેલાં માનવોનો આહાર કંદ, મૂળ, પત્ર, પુષ્પ અને ફળ હતો. પરંતુ જનસંખ્યાની અભિવૃદ્ધિ થવાથી કંદમૂળ પર્યાપ્તમાત્રામાં ઉપલબ્ધ ન થવાથી માનવોએ અન્નાદિ (કાચું અન્ન) નો ઉપયોગ શરૂ કર્યો. પરંતુ પકાવવાનું સાધન ન હોવાથી કાચું અન્ન દુષ્પચ થવાથી લોકો ઋષભદેવની પાસે પહોંચ્યા અને તેમની પાસે પોતાની સમસ્યાનું સમાધાન માગ્યું. ઋષભદેવે હાથથી મસળીને ખાવાની સલાહ આપી. જ્યારે તે પણ દુષ્પચ (પચવું ભારે) થઈ પડ્યું ત્યારે પાણીમાં ભીંજાવીને અને મુઠ્ઠી કે બગલમાં રાખીને ગરમ કરી ખાવાનો ઉપાય બતાવ્યો. તેથી પણ અજીર્ણની વ્યાધિ સમાપ્ત ન થઈ.

ભગવાન શ્રી ઋષભદેવ અગ્નિના સંબંધમાં જાણતા હતા પરંતુ તે કાળ એકાન્ત સ્નિગ્ધ હતો તેથી અગ્નિ ઉત્પન્ન થઈ શકતો ન હતો. અગ્નિની ઉત્પત્તિ માટે એકાન્ત સ્નિગ્ધ અને એકાન્ત રુક્ષ બન્ને કાળ નિરુપયોગી હોય છે. સમયની પ્રગતિ આગળ વધી. જ્યારે કાળ સ્નિગ્ધથી રૂક્ષ (સૂકો) થયો ત્યારે લાકડાંઓનાં ઘર્ષણથી અગ્નિ પેદા કરી અને પાક નિર્માણ કરીને તથા પાકવિદ્યા શીખવાડીને ખાદ્ય સમસ્યાનું સમાધાન કર્યું.

કળાનું અધ્યયન: જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની વૃત્તિ અનુસાર સમ્રાટ્ ઋષભદેવે પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને બોંતેર કળાઓ અને કનિષ્ઠ પુત્ર બાહુબલીને પ્રાણી લક્ષણનું જ્ઞાન કરાવ્યું. પ્રિયપુત્રી બ્રાહ્મીને અઢાર લિપિઓનું અધ્યયન કરાવ્યું અને સુંદરીને ગણિતવિદ્યાનું પરિજ્ઞાન કરાયું. વ્યવહાર સાધન હેતુથી માન (માપ), ઉન્માન (તોલા માસા વગેરે વજન), અવમાન (ગજ ફૂટ ઇંચ), પ્રતિમાન (નવટાંક, શેર, મણ વગેરે) પ્રચલિત કર્યા અને મણિ વગેરે પરોવવાની કળા બતાવી.

આ પ્રમાણે સમ્રાટ્ ઋષભદેવે પ્રજાના હિત માટે, અભ્યુદય માટે પુરુષોને બોંતેર કળાઓ સ્ત્રીઓને ચોસઠ કળાઓ અને બધાં શિલ્પોનું પરિજ્ઞાન કરાવ્યું. અસિ મસિ અને કૃષિ (સુરક્ષા, વ્યાપાર, ઉત્પાદન) ની વ્યવસ્થાની કળાઓનું નિર્માણ કર્યું. પ્રવૃત્તિઓનો વિકાસ કરીને જીવનને સરસ, શિષ્ટ અને વ્યવહાર યોગ્ય બનાવ્યું.


અંતમાં પોતાની રાજ્ય-વ્યવસ્થાનો ભાર ભરતને સોંપીને અને બાકીના નવ્વાણું પુત્રોને અલગ અલગ રાજ્ય આપીને દીક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થયા.

28 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 9 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ -9


ઋષભદેવના પિતા `નાભિ' અન્તિમ કુલકર હતા. જ્યારે તેમના નેતૃત્વમાં જ ધિક્કાર નીતિનું ઉલ્લંઘન થવા લાગ્યું ત્યારે ગભરાઈને યુગલિયઓ શ્રી ઋષભદેવે પાસે પહોંચ્યા અને તેમને બધી સ્થિતિની જાણકારી કરાવી. 
ભગવાન ઋષભદેવે કહ્યું-"જેઓ મર્યાદાઓનું અતિક્રમણ કરી રહ્યા હોય તેમને દંડ મળવો જોઈએ અને તે વ્યવસ્થા રાજા જ કરી શકે છે, કારણ કે શક્તિના બધાં સ્રોત તેનામાં કેન્દ્રિત થાય છે." સમય પારખીને કુલકર નાભિએ યુગલિકોની વિનમ્ર પ્રાર્થનાથી ઋષભદેવનો રાજ્યાભિષેક કરીને તેમને રાજા ઘોષિત કર્યા. ઋષભદેવ પ્રથમ રાજા બન્યા અને શેષ જનતા પ્રજા બની. આ પ્રમાણે પૂર્વથી ચાલી આવતી `કુલકર' વ્યવસ્થાનો અન્ત આવ્યો અને નવીન રાજ્યવ્યવસ્થાનો પ્રારંભ થયો.
રાજ્યાભિષેકના સમયે યુગલસમૂહ કમળપત્રોમાં પાણી લાવીને ઋષભદેવના ચરણકમળોનું સિંચન કરવા લાગ્યા. તેમના વિનીત સ્વભાવને લક્ષ્યમાં રાખી નગરનું નામ `વિનીતા' રાખ્યું. તેનું બીજું નામ અયોધ્યા પણ છે. તે પ્રાન્તનું નામ "વિનીતભૂમિ" અને "ઇક્ખાગભૂમિ" પડ્યું થોડા વખત પછી તે મધ્યદેશના નામથી વિખ્યાત થયું.

27 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 8 | JAIN STUTI STAVAN

ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ -8
વંશ ઉત્પત્તિ: 

જ્યારે ઋષભદેવ એક વરસના હતા તે વખતે પિતા નાભિની ગોદમાં બેસીને ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે શકેન્દ્ર હાથમાં ઇક્ષુ (શેરડી) લઈને આવ્યા. બાળક ઋષભદેવે લેવા માટે હાથ આગળ લંબાવ્યો. બાળકે ઇક્ષુ-આકુ (શેરડીનું ભક્ષણ) કરવા ઇચ્છ્યું તે દૃષ્ટિથી તેમનો વંશ ઈક્ષ્વાકુવંશના નામથી વિશ્વમાં પ્રસિદ્ધ થયો.

વિવાહ પરંપરા: યૌગલિક (યુગલીયાની) પરંપરામાં એક જ માતાના ઉદરથી એક સાથે જન્મેલા નર-નારીનું યુગલજ પતિ અને પત્નીના રૂપમાં પરિવર્તિત થઈ જતું હતું. સુનંદાના ભાઈનું અકાળ-મૃત્યુ થઈ જવાથી ઋષભદેવે સુનંદા તથા સહજાત (સાથે જન્મેલ) સુમંગલાની સાથે પાણિગ્રહણ કરી નવી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો. સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને તથા સુનંદાએ બાહુબલી અને સુંદરીને જન્મ આપ્યો. તેના પછી સુમંગલાને અનુક્રમે અન્ય અઠ્ઠાણું પુત્રો બીજા થયા.

ભરત અને બાહુબલીના વિવાહ: શ્રી ઋષભદેવ યૌગલિક ધર્મનું નિવારણ કરવા માટે જ્યારે ભરત અને બાહુબલી યુવાન થયા ત્યારે ભરતની સહજાત બ્રાહ્મીનું પાણિગ્રહણ બાહુબલી સાથે કરાવ્યું અને બાહુબલીની સહજાત સુંદરીનું પાણિગ્રહણ ભરત સાથે કરાવ્યું. આ વિવાહોનું અનુસરણ કરીને જનતાએ પણ ભિન્ન ગોત્રમાં ઉત્પન્ન થયેલ કન્યાઓને તેમના માતા પિતા વગેરે અભિભાવકો દ્વારા દાનમાં પ્રાપ્ત કરીને પાણિગ્રહણ કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે એક નવીન પરંપરાનો પ્રારંભ થયો. તે વખતથી વિવાહપ્રથાનો આરંભ થયો.

26 May 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 7 | JAIN STUTI STAVAN

ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ -7

સૌધર્મેન્દ્ર મહારાજા મેરુ પર્વતના શિખર ઉપર આવીને એક સુંદર શિલા ઉપર બેસીને, ભગવાનને પોતાના ખોળામાં રાખે છે. એ વખતે ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ કરવાને ઉત્સુક બાકીના ૬૩ ઇન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીઓ ભેગાં થયેલાં છે. સૌધર્મેન્દ્ર મહારાજા અભિષેક માટે પવિત્ર પર્વતો-તીર્થસ્થળોની માટી, તથા પવિત્ર નદી-સમુદ્રનાં સુગંધી ઔષધિઓથી મિશ્રિત જલથી ભરેલા સોના, રૂપા અને રત્નના હજારો મહાકાય કલશો તૈયાર કરાવ્યા. પછી ઇન્દ્રનો આદેશ થતાં ઇંદ્રાદિક દેવ-દેવીઓ અપૂર્વ ઉત્સાહ અને આનંદપૂર્વક તે કલશો હાથમાં લઈને ભગવાનનો સ્નાનાભિષેક કરે છે. અંતે સૌધર્મેન્દ્ર મહારાજા અભિષેક કરે છે. પછી ભગવંતની પવિત્ર કાયાને ચંદનાદિ સુગંધી દ્રવ્યથી વિલેપન કરી, આરતી-દીવો ઉતારી અષ્ટમંગલ (તેના આકારો)નું આલેખન કરે છે. બીજા દેવ-દેવીઓ ભગવંતની સ્તુતિ અને ગીત-નૃત્યો દ્વારા આનંદ વ્યક્ત કરે છે. આ મહોત્સવ તે જ રાત્રિમાં ઊજવાઈ જાય છે. દેવગણ સ્વસ્થાને પહોંચી જાય છે. ત્યાર પછી નાભિ કુલકરે પણ સ્વજનો ને નિમંત્રી પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવ્યો માતા મરુદેવીએ જે ચૌદ મહાસ્વપ્ન જોયાં હતાં તેમાં સર્વપ્રથમ ઋષભ (વૃષભ) નું સ્વપ્ન હતું અને જન્મ પછી શિશુના ઉરસ્થળ ઉપર ઋષભનું લાંછન હતું તેથી તેનું નામ ઋષભ રાખવામાં આવ્યું.પ્રભુ સાથે જન્મેલી પુત્રીનું નામ સુમંગલા એવું નામ પાડ્યું


ideamage