Followers

Showing posts with label JAIN STORY. Show all posts
Showing posts with label JAIN STORY. Show all posts

25 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 18 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 18


➽અઠ્ઠાણુ ભાઈઓની દીક્ષા: શ્રી ઋષભદેવ, તેમના સો પુત્રોને જુદાં જુદાં રાજ્ય આપીને શ્રમણ બન્યા હતા. સમ્રાટ્ ભરત ચક્રવર્તી બનવા માગતા હતા. તેમણે પોતાના નાના ભાઈઓને પોતાને આધીન કરવા માટે તેમની પાસે દૂતોને મોકલ્યા. અઠ્ઠાણુંએ ભાઈઓએ મળીને પરસ્પર મસલત કરી પરંતુ તેઓ નિર્ણય ઉપર ન પહોંચી શક્યા. તે વખતે ભગવાન અષ્ટાપદ તરફ વિચરી રહેલ હતા. તે બધા ભગવાન શ્રી ઋષભદેવની પાસે પહોંચ્યા. સ્થિતિનો પરિચય આપતાં નિવેદન કર્યું-"પ્રભો! આપના દ્વારા અપાયેલ રાજ્ય ઉપર ભાઈ ભરત લલચાઈ રહ્યા છે, તે અમારું રાજ્ય લઈ લેવા માગે છે. શું યુદ્ધ કર્યા વિના અમે તેને રાજ્ય આપી દઈએ? જો આપી દઈએ તો તેની સામ્રાજ્ય-લિપ્સા વધી જશે અને અમે પરાધીનતાના ખાડામા ડૂબી જઈશું. જો અમે અમારા મોટાભાઈ સાથે યુદ્ધ કરીએ તો ભાતૃ-યુદ્ધની એક અનુચિત પરંપરાનો પ્રારંભ થઈ જશે તેથી અમારે શું કરવું યોગ્ય છે?"

ભગવાન બોલ્યા- "પુત્રો! તમારું ચિંતન બરાબર છે. યુદ્ધ પણ ખરાબ છે અને કાયર બનવું તે પણ ખરાબ છે. યુદ્ધ એટલા માટે ખરાબ છે કે તેના અંતમાં વિજેતા તેમજ પરાજિત બન્નેને સંતાપ તેમજ નિરાશા મળે છે. પોતાની સત્તા ગુમાવીને પરાજિત પસ્તાય છે અને કાંઈ નહિ મળવાથી વિજેતા પસ્તાય છે. કાયર બનવાની પણ હું તમને સલાહ આપી શકતો નથી. હું તમને એવું રાજ્ય આપવા માગું છું કે જેમાં યુદ્ધ અને કાયરતા બન્નેથી દૂર રહી શકાય.

ભગવાનની આશ્વાસનભરી વાણી સાંભળીને બધાંના મુખકમળ ખીલી ઊઠ્યાં. મનમયૂર નાચવા લાગ્યા. તેઓ અનિમેષ (એકી નજરે) દૃષ્ટિથી ભગવાનને નિહાળવા લાગ્યા. ભગવાનની ભાવનાને તેઓ સ્પર્શી શક્યા નહિ. તે તેમની કલ્પનામાં ન આવી શક્યું કે ભૌતિક રાજ્ય સિવાય પણ કોઈ રાજ્ય હોઈ શકે છે. તે ભગવાન દ્વારા બતાવાયેલા રાજ્ય મેળવવા વ્યગ્ર બની ગયા. તેમની તીવ્ર લાલસા જોઈને ભગવાન બોલ્યા-"એક લાકડા કાપનારો માણસ હતો. તે ભાગ્યહીન અને મૂર્ખ હતો. પ્રતિદિન ભરણપોષણ કરતો. એક વખત તે સખત ઉનાળામાં અસહ્ય ગરમીમાં થોડું પાણી લઈને જંગલમાં ગયો અને સૂકાં લાકડાં એકઠા કરીને કોયલા બનાવવા માટે તેમાં આગ લગાડી દીધી.

અસહ્ય ધગધગતી ગરમી અને પ્રચંડ જ્વાલાના કારણે તેને ઘણી તરસ લાગી. તે પોતાની સાથે જે પાણી લાવ્યો હતો તે પી ગયો પરંતુ તેની તૃષા છીપી નહિ. આમ તેમ જંગલમાં પાણીની તપાસ કરી પરંતુ કોઈ જગ્યાએ પાણી મળ્યું નહિ. પાસે કોઈપણ ગામ હતું નહિ, તરસથી ગળું સુકાઈ જતું હતું, ગભરાટ વધી રહ્યો હતો. તે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. નિદ્રા આવી ગઈ. તેણે સ્વપ્ન જોયું કે ઘરમાં જેટલું પણ પાણી છે તે પી ગયો છે તો પણ તરસ મટી નહિ, કૂવા ઉપર ગયો અને ત્યાંનું બધું પાણી પીતાં ગયો તો પણ તરસ છીપી નહિ, નદી-નાળાં અને ઝરણાંના પાણી પીતાં પીતાં સમુદ્ર તટે પહોંચ્યો. બધું પાણી પી જવા છતાં પણ તેની તરસ ઓછી ન થઈ. તરસથી તરફડતો તે સમુદ્ર કાંઠે ભીના થયેલા ઘાસને નીચોવીને તરસ મટાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં તેની ઊંઘ ઊડી ગઈ."

પ્રસ્તુત રૂપકનો ઉપસંહાર કરતાં ભગવાને કહ્યું-"શું પુત્રો! તે ભીના થયેલા ઘાસને નીચોવી પીવાથી તેની તૃષા શાંત થઈ શકે ખરી?"

પુત્રોએ કહ્યું: "નહિ ભગવન્!"

ભગવાને પોતાના અભિપ્રાય તરફ પુત્રોને આકૃષ્ટ કરતાં કહ્યું:- `ભૌતિક રાજ્યશ્રીની તૃષ્ણાને શાંત કરવાનો પ્રયાસ પણ ભીના થયેલા ઘાસને નીચોવી પીવા સમાન છે. સ્વર્ગીય સુખોથી પણ જેની તૃષ્ણા શાંત ન થઈ તે આવા તુચ્છ અને અલ્પકાળનાં રાજ્યથી શાંત થાય તે કઈ રીતે સંભવિત છે? તેથી સંબોધિ પ્રાપ્ત કરો. વસ્તુતઃ ભૌતિક રાજ્યથી આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સાંસારિક સુખોથી આધ્યાત્મિક સુખ ઉત્તમ છે, તેને ગ્રહણ કરો. તેમાં ન કાયરતાની જરૂર છે કે ન યુદ્ધનો પ્રસંગ છે. જ્યાં સુધી સ્વરાજ્ય મળતું નથી ત્યાં સુધી પર-રાજ્યની અભિલાષા રહે છે. સ્વરાજ્ય મળી જતાં પરરાજ્યનો મોહ રહેતો નથી." ભગવાનના ઉપદેશથી પ્રભાવિત થઈને અઠ્ઠાણુએ ભાઇઓએ રાજ્ય ત્યાગી સંયમ ગ્રહણ કરી લીધું. ભરતને આ ખબર મળતાંજ તેઓ દોડ્યા-દોડ્યા આવ્યા. ભાતૃ-પ્રેમથી તેની આંખો ભીની થઈ ગઈ પણ તેની ભીની આંખો અઠ્ઠાણુ ભાઈઓને સંયમના પંથથી વિચલિત ન કરી શકી. ભરત નિરાશ થઈને પોતાને ઘેર પાછા ફર્યા.

17 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 17 | JAIN STUTI STAVANભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 17


પ્રથમ ધર્મચક્રવર્તી: ભગવાન ઋષભદેવનું પ્રથમ પ્રવચન ફાગણ વદ ૧૧ નું થયું. તે સાંભળીને સમ્રાટ ભરતના પાંચસો પુત્રો અને સાતસો પૌત્રોએ તથા બ્રાહ્મી વગેરેએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભરત વગેરેએ શ્રાવકવ્રત ગ્રહણ કર્યા અને સુંદરી પણ શ્રાવિકા બની. આ રીતે શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ તીર્થની સંસ્થાપના કરીને તેઓ સર્વપ્રથમ તીર્થંકર બન્યા. શ્રમણ ધર્મને માટે પાંચ મહાવ્રત અને ગૃહસ્થ ધર્મને માટે બાર વ્રતોનું નિરૂપણ કર્યું. તેથીજ ભગવાન ઋષભદેવને ધર્મનું મુખ કહેલ છે.

ભગવાનના પ્રથમ ગણધર સમ્રાટ ભરતના પુત્ર ઋષભસેન થયા. તેમણે જ સર્વપ્રથમ ભગવાને આત્મવિદ્યાનું પરિજ્ઞાન કરાવ્યું. ભગવાનને કેવળજ્ઞાનની સૂચના મળતાંજ પૂર્વે દીક્ષિત થયેલા શ્રમણો કે જેઓ ક્ષુધા-પિપાસાથી પીડીત થઈને તાપસ બની ગયા હતા, તેઓ ભગવાનની સેવામાં આવી ગયા. તેમણે પુનઃવિધિવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. માત્ર કચ્છ અને સુકચ્છ જ એવા હતા કે જેઓ આવ્યા નહિ.
સુંદરીનો સંયમ: ભગવાન શ્રી ઋષભના પ્રથમ પ્રવચનને સાંભળીને સુંદરી પણ સંયમ ગ્રહણ કરવા ઇચ્છતી હતી. તેણીએ એ ભવ્ય ભાવના અભિવ્યક્ત પણ કરી પરંતુ સમ્રાટ્ ભરત દ્વારા આજ્ઞા પ્રાપ્ત ન થવાથી તે શ્રાવિકા બની. તેના અંતરમાં વૈરાગ્યનો સાગર ઉછાળા મારી રહેલ હતો. તે શરીરથી ગૃહસ્થાશ્રમમાં હતી પણ તેનું મન સંયમમાં રમી રહેલ હતું. ષટ્ખંડ ઉપર વિજય-ધ્વજા ફરકાવીને જ્યારે સમ્રાટ્ ભરત દીર્ઘકાળ પછી વિનીતા પાછા ફર્યા ત્યારે સુંદરીના કૃશ શરીરને દેખીને તે ચકિત થઈ ગયા. પ્રશ્ન કરવાથી ખબર પડી કે એવી અવસ્થા જે દિવસથી દીક્ષાગ્રહણનો નિષેધ કરવામાં આવ્યો હતો તે દિવસથી નિરંતર આકરા વ્રત કરવાથી થઈ છે. સુંદરીની સંયમ લેવાની પ્રબળ ભાવના જોઈને ભરતે અનુમતિ પ્રદાન કરી અને સુંદરીએ ઋષભદેવની આજ્ઞાનુવર્તિની બ્રાહ્મીની પાસે દીક્ષા ગ્રહણ કરી.

10 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 16 | JAIN STUTI STAVAN

ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 16


ભગવાન શ્રી ઋષભદેવને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ તે જ સમયે સમ્રાટ્ ભરતની આયુધશાળામાં ચક્રરત્ન પણ ઉત્પન્ન થયું અને તેની સૂચના એકી સાથેજ યમક અને શમક દૂતો વડે સમ્રાટ્ ભરતને મળી. ભરત એકી સાથે બે સૂચનાઓ મળવાથી એક ક્ષણ અસમંજસમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે પ્રથમ ચક્રરત્નની અર્ચના કરવી જોઈએ કે ભગવાનની ઉપાસના કરવી જોઈએ. ક્યાં અભયને આપનાર કેવળજ્ઞાન અને ક્યાં પ્રાણીઓનું વિનાશ કરનાર ચક્રરત્ન? મારે પ્રથમ ચક્રરત્નની નહિ પરંતુ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. એમ વિચારી સમ્રાટ્ ભરત ભગવાનનાં દર્શન હેતુથી કુટુંબ પરિવાર સહિત રવાના થયા.

મા મરુદેવી પણ પોતાના લાડીલા પુત્રનાં દર્શન માટે ચિરકાળથી તલપાપડ થઈ રહ્યાં હતાં. પુત્રના વિયોગથી તેઓ વ્યથિત હતાં. તેના દારુણ કષ્ટની કલ્પના કરીને તેઓ કલ્પાંત કરી રહ્યાં હતાં. પ્રતિપળ, પ્રતિક્ષણ લાડીલા લાલની સ્મૃતિથી તેના નેત્રોમાંથી આસું વરસી રહ્યાં હતાં. જ્યારે તેમણે સાંભળ્યું કે ઋષભ વિનીતાના બાગમાં આવેલ છે ત્યારે તેઓ ભરતની સાથેજ હાથી ઉપર આરૂઢ થઈને ચાલી નીકળ્યાં. ભરતના વિરાટ વૈભવને જોઈને તેમણે કહ્યું: "બેટા ભરત! એક દિવસ મારો પ્યારો ઋષભ પણ આવા પ્રકારની રાજ્યશ્રીનો ઉપયોગ કરતો હતો પણ અત્યારે તો તે ભૂખ-તરસથી પીડિત થઈને ક્યાંક કષ્ટોને સહન કરતો હશે!" પુત્રપ્રેમથી તેમની આંખો છલકાઈ ઊઠી. ભરત દ્વારા તીર્થંકરોના દિવ્ય વિભૂતિનું વર્ણન સાંભળવા છતાંપણ માતાના હૃદયને સંતોષ ન હતો. સમવસરણની પાસે પહોંચતા જેવા ભગવાન ઋષભને ઇંદ્રો દ્વારા પૂજાતા જોયા, તેવો જ માતાના ચિંતનનો પ્રવાહ વધતો ગયો. આર્ત્તધ્યાનમાંથી શુક્લધ્યાનમાં લીન થઈ ગયાં. ધ્યાનનો ઉત્કર્ષ આગળ વધ્યો. મોહનીય કર્મનું બંધન તૂટ્યું અને પછી તરતજ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અંતરાય નષ્ટ થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી લીધાં. તેજ ક્ષણે બાકીનાં અઘાતી ચાર કર્મો નષ્ટ થતાં હાથી ઉપર આરૂઢ થયેલાં તેઓ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયાં કેટલાક આચાર્યોનો એવો પણ અભિમત છે કે ભગવાનના શબ્દો તેમના કાનોમાં પડવાથી તેમને આત્મજ્ઞાન થયું અને પછી તરત જ મુક્તિ પ્રાપ્ત થઈ.

પ્રસ્તુત અવસર્પિણી કાળમાં સર્વ પ્રથમ કેવળજ્ઞાન શ્રી ઋષભદેવને પ્રાપ્ત થયું અને મોક્ષ મરુદેવી માતાને.7 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 15 | JAIN STUTI STAVAN

ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 15કૌશલિક અર્હંત ઋષભદેવે પોતાના દેહ તરફ લક્ષ્ય આપવાનું છોડી દીધું હતું તેમણે શરીરની સારસંભાળ પણ છોડી દીધી હતી. આ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં એક હજાર વરસ વ્યતીત થઈ ગયા ત્યારે હેમંત ઋતુના ચોથા મહિના અને સાતમા પક્ષ અર્થાત્ માગસર માસના કૃષ્ણપક્ષની અગિયારસના દિવસે પૂર્વાહ્નમાં પુરિમતાલ નગરની બહાર, શકતમુખ નામના ઉદ્યાનમાં, ઉત્તમ વડના ઝાડ નીચે ધ્યાન ધરીને બેઠા હતા. તે સમયે નિર્જળ અઠ્ઠમ તપ કરેલ હતું. આષાઢા નક્ષત્રનો યોગ થતાં ધ્યાનમાં સ્થિત રહેલા ભગવાનને ઉત્તમ એવું અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. તે વડે તેઓ બધા લોકાલોકના ભાવ જાણતા અને જોતા વિચરવા લાગ્યા.

6 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 14 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 14

પ્રભુને તેર તેર મહિના સુધી નિર્દોષ ગોચરી મળી નહિ તેના પાછળ પણ એક રહસ્ય છે.
ભગવાન ઋષભદેવ પુર્વભવમાં એક માર્ગે થઇને જતા હતા ત્યારે ધાન્યના ખળામાં બળદ અનાજ ખાઇ જતા હતા અને તેથી ખેડૂત તેને મારતો હતો. દયા ભાવથી બળદોને માર નપડે અને બળદો ધાન્ય ભક્ષ પણ ન કરે એ જોઇને તેમણે કહ્યુંકે, "અરે મૂર્ખ ! આ બળદો ના મોઢે સીકુ બાંધ", ખેડૂત ને કાર્ય પૂર્ણ થતા આવરણ છોડવાનું યાદ ન આવ્યું તે વખતે બળદે ત્રણસો સાઠથી અધિક નિશાસા નાખ્યા તેથી અનંતરાય કર્મ બંધાયું, તે કર્મ દીક્ષા લીધી તે જ દિવસે ઉદયમાં આવ્યુ તેથી પ્રભુને આ રીતે આહાર મળવામાં વિલંબ થયો. બળદ માટે બાંધેલા અંતરાય કર્મ તીર્થંકરે પણ ભોગવ્યા વિના છુટકારો નથી

ideamage