Followers

15 May 2019

જૈન શાસન નું સ્થાપના દિવસ | JAIN STUTI STAVAN

જૈન શાસન નું સ્થાપના દિવસ અને 
ગુરુ ગૌતમ સ્વામીનો ગણધર પદનો દિવસ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰


👉સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, ૩૪ અતિશયો અને ૩૫ ગુણોથી 
અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા.

👉બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો. તે માટે અનેક વિદ્વાન 
બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની 
જાતને સર્વજ્ઞ માનતા હતા.

👉એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે 
અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા,

👉ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં?
 આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.' તેઓ ૫૦૦ શિષ્યો 
સાથે ત્યાં પહોંચ્યા,

👉પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને 
નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં `આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ?' 
એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને `મહાવીર સાચા સર્વજ્ઞ છે'
 એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ.

👉ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે 
ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ
 વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણ ભગવાન પાસે આવ્યા.

👉તેમની ગૂઢ શંકાઓનાં સમાધાનો થતાં હજારો (૪૪૦૦) શિષ્યો સાથે તેઓ પણ 
દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં
 રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને 
ગણધરપદે સ્થાપિત કર્યા. 

👉પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની 
પ્રાકૃત ભાષામાં શીઘ્ર રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા 
દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.14 May 2019

મુની ગજસુકુમાલ

મુની ગજસુકુમાલ

એક દિવસ નેમનાથ પ્રભુ દ્વારિકા પધાર્યા.રાજા પરિવાર સહિત તમામ ભગવંતની વાણી સાંભળે છે.દેવકીના પુત્ર ગજસુકુમાલ પણ વાણી સાંભળવા રહ્યા છે, તેમને ભગવંતની વાણી સ્પર્શી જાય છે. અને મનમાં ચારિત્ર ગ્રહણ કરવાનો સંકલ્પ કરે છે.
ઘરે જઈને બન્ને હાથ જોડી માતાને વિનંતી કરે છે કે મને ચારિત્ર માટે રજા આપો.ચારિત્રની વાત સાંભળતા માતા બેહોશ થઇ જાય છે,

ભાનમાં આવતાં ગજસુકુમાલને ચરિત્ર કેટલું કઠીન છે તે સમજાવે છે.
દીકરા આ સમુદ્ર તરવો મુશ્કેલ છે. મીણના દાંતે ચણા ના ચાવી શકાય....
ઘરે ઘરે ફરી ભિક્ષા લાવવી પડે.
ઉઘાડા પગે વિહાર કરવો પડે
વાળનો લોચ હાથેથી કરવો પડે
આ બધું તું નહી સહી શકે

ગજ સુકુમાલ જવાબ આપે છે કે કાયરો ચારિત્ર ન પણ પાળે ગમે તેવો હું તારો દીકરો છું. માતા મોહ છોડીને મને રજા આપો હું સિંહની જેમ ચારિત્ર પાળીશ.
મા સમજાવે છે, બેટા તે સોમીલની બેટીનું પાણીગ્રહણ કરેલ છે. તેની સાથે તારે લગન કરી,સંસારના સુખો ભોગવવાના છે.તારી ઉપર એને આપાર પ્રેમ છે.આ બધું સુખ છોડી ના જા બેટા ના જા.
ગજસુકુમાલ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા અને પોતાની આજીજી ધ્વારા માતાને મનાવી ભાવભરી આશિષ લઈને નેમી જિનેશ્વર પાસે સંયમ ગ્રહણ કરે છે.અને આગમનો અભ્યાસ કરે છે.
એક દિવસ ભગવાન પાસે રજા લઈને સ્મશાને જઈ કાઉસગ્ગ ધ્યાને ઉભા છે ત્યાં તેમનો સસરો સોમીલ આવી પહોંચે છે,
સોમીલ વિચારે છે અરે આ અહી આવી ઉભો રહ્યો,મારી દીકરી નું શુ થશે ? એમ વિચારી વેર વાળવા મુંડન કરેલા ગજસુકુમાલ ને માથે માટીની પાળ બનાવે છે. અને તેમાં સળગતા અંગારા ભરી દે છે. જેવા અંગારા માથા પર મુકે છે કે ત્યાંજ ગજસુકુમાર સાવધાન બની જાય છે,અને અસહ્ય વેદના વચ્ચે વિચારે છે,
મારું કંઈ બળતું નથી,જન્મ જન્માંતરમાં મારા જીવે ઘણાં અપરાધ કર્યા છે.એકદમ સમતા ભાવે અસહ્ય દુખ સહન કરી બધાને અંતરથી ખમાવી શુક્લ ધ્યાને ચડી ગયા.મારા સસરાએ તો મને મુક્તિની પાઘડી પહેરાવી છે આ રીતે વિચારતા કર્મ ખપી ગયાં અને માથું અગ્નિ જ્વાળાએ ફાટી ગયું. કાળધર્મ પામતા પહેલા અંતિમ ઘડીએ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
ધન્ય હો શ્રી ગજસુકુમાલને....
વંદન હો મુનિ ગજસુકુમાલને....

6 May 2019

एक मुनिराज की आत्मकथा - एक अनगार (भाग 1)

एक अनगार
जिन शासन का वास्तविक श्रृंगार
jain stuti stavan

एक ऐसे अनगार जो वास्तव में जिनशासन के श्रृंगार है ।

जिनके चारित्र जीवन की खुशबु पूरे भारत भर में महक रही हैं । ऐसे महात्मा का जीवन उल्लेखनीय 
वंदनीय, आकर्षक एवं अनुमोदनीय है । जिन्हे देख स्वत: उनके चरणों में मस्तक ज्ञूक जाए । ऐसे 
पूजनीय गुरू भगवंत की यह आत्मकथा हम गच्छ, सम्प्रदाय, समाचारी से उधर उठ अहोआव से पढे, 
पढाये व अपने आप क्रो धन्य बनावे....यही शुभेच्छा । 

वर्तमान काल के इस आधुनिक युग में सच्चे संयमधर्प को आराधना हेतु अनुकुंलत्ताए इस हद तक घट 
चुकी है कि संयम धर्म जिना दुष्कर हो चुका हैं ।२५०० वर्ष पूर्व भी धर्मदास मणि ने कहा था कि भाई 
यह तो पडता काल संयम योग्य क्षेत्र बचे ही नहीं है ।

भगवान महावीरस्वामीजी की हाजरी में उनके शिष्यरत्न ऐसा कहते थे अब तो २५०० वर्ष बाद भयानक

विनाशकारी बिज्ञानवाद की भूतावल की हाजरी में भला क्या दशा होगी ? आज की स्थिती यर चारों 
तरफ नजर दौड़ाये तो चाहे जो व्यवहारिक, व्यापारिक, सामाजिक, राजनैतिक या शिक्षण इत्यादि 
कोई भी क्षेत्र में मुशिकल से ५ प्रतिशत शुद्धि रह गई है। वहीं दूसरी तरफ एक श्रणणसंघ ही 
ऐसा है जहाँ ७५ प्रतिशत से ८० प्रतिशत अकबंध शुद्धि है । यह बात्त हमेंशा ध्यानमें रखनी हैँ 
ताकि हमारा नजरिया, अहोप्राव श्नमणसंघ की तरफ़ सही रहे...

4 May 2019

AJIT SHANTI STOTRA NI RACHANA


શ્રી શત્રુંજય ગિરિરાજ અને શ્રી અજિતશાંતિ સ્તોત્ર


શ્રી અજિતનાથ અને શ્રી શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી. કથા એવી છે કે નંદીષેણ મુનિ શત્રુંજય તીર્થની સ્પર્શના કરતા કરતા પ્રદક્ષિણા કરી રહ્યા હતા એ દરમ્યાન આ દેરીઓની સમીપે આવ્યા અને ત્યાં તેમને પ્રભુની કાવ્યમય સ્તવના કરવાની ઇચ્છા થઈ. નંદીષેણ મુનિ પોતે બહુ સમર્થ કવિ હતા. એ વખતે અજિતનાથ અને શાંતિનાથની દેરીઓ આજે છે તેમ પાસે પાસે નહીં, પરંતુ સામસામે હતી. આથી નંદીષેણ મુનિને મૂંઝવણ થઈ કે સ્તવના કરવા બેસવું કઈ રીતે. એક દેરી સામે બેસે તો બીજી દેરી તરફ પીઠ આવે. જૈનો ભગવાન તરફ પીઠ કરતા નથી. આથી તેમણે બન્ને દેરીઓથી થોડા દૂર રહીને એક જ સ્તોત્ર દ્વારા બન્ને દેરીઓમાં રહેલા ભગવાનની સંયુક્ત સ્તવના કરી. કહેવાય છે કે નંદીષેણ મુનિની ભક્તિભરી સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે જૈનોમાં વ્યાપક પ્રસિદ્ધિ ધરાવે છે અને તે અત્યંત ચમત્કારી મનાય છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.

3 May 2019

શ્રેણિક રાજા અને અનાથી મુનિ (ભાગ-2)


શ્રેણિક રાજા અને અનાથી મુનિ


શ્રેણિક રાજા અને અનાથી મુનિ (ભાગ-2)
Cont ....  ભાગ-2

કૌશાંબી નામની સુંદર નગરી નો હું રહેવાસી હતો.મારા પિતાનું નામ ધનસંચય હતું. તેઓ ખૂબ સંપત્તિવાળા હતા. એક દિવસ મને આંખોમાં અસહ્ય વેદના ઉત્પનન થઇ અને આખા શરીરે લ્હાય બળે. આ વેદનાથી હું બહુ દુઃખી હતો. અનેક પ્રકારથી મટ્યું નહીં. મારા માતા-પિતા, ભાઈ-બહેન બધાએ મારી વેદના ટાળવા ખૂબ પ્રયત્નો કર્યા પણ કોઈ મારું દુઃખ મટાડી શક્યું નહીં, વેદના લઇ શક્યું નહીં. હે રાજા શ્રેણિક, આ જ મારું અનાથપણું હતું. સર્વ સાધન સંપત્તિ,સગા-સંબંધીઓ ત્યારે મારી પાસે હોવા છતાં કોઈના પ્રેમ, કોઈના ઔષધથી કે કોઈના પરિશ્રમથી મારો રોગ મટ્યો નહીં. હું સંસારથી ખૂબ દુઃખી થઇ ગયો. એક રાત્રે મને વૈરાગ્ય આવ્યો અને મેં નક્કી કર્યુ ક જો મારો રોગ માટી જાય તો હું દીક્ષા લઇ લઉ. તે રાત્રી વીતી ગઈ. મારી વેદના પણ માટી ગઈ. હું નીરોગી થયો. માતા-પિતા, સ્વજનો, ભાઈ-બંધુ બધાને પૂછી મેં દીક્ષા લીધી. જ્યારથી મેં ભગવાનનું શરણું લેવાનું નક્કી કર્યુઁ ત્યારથી હું અનાથમાંથી સનાથ થયો.

રાજા ખૂબ કુતૂહલતાથી મુનિની આપવીતી સંભાળતા હતા. મુનિએ રાજાને પૂછ્યું, 'રાજન, હવે કહો, તમારી સર્વ સાધન સંપત્તિ,ધન વૈભવ, પત્ની-પુત્રાદિ સ્વજનો , વિશાળ સૈન્ય આમાંથી કોઈ તમારી વેદનાનું દુઃખ લઇ શકે એમ છે?' રાજાએ ના પાડતાં બે હાથ જોડી કહ્યું, 'મુનિવર, આપ ધન્ય છો. આ ભરયુવાનીમાં આપ આત્મકલ્યાણના પંથે ચાલી નીકળ્યા છો. મેં તમને સંસારમાં પાછા આવવા માટેની જે તુચ્છ વાત કરી એ બદલ હું આપની માફી માગું છું. મને માફ કરો.'

આમ કહી શ્રેણિક રાજા મુની પાસેથી પ્રાપ્ત થયેલા બોધને ગ્રહણ કરી ધન્યભાવે મહેલમાં પાછા ફરે છે.

મિત્રો,આપની પાસે ગમે તેટલી સંપત્તિ, ભણતર,વિદ્યા કે રૂપ હોય પણ જ્યાં સુધી ભગવાનનું શરણું પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી આપણે અનાથ જ છીએ. જ્ઞાનીપુરુષ આપણને આત્મા પ્રાપ્ત કરાવડાવે છે અને ભગવાન સાથે સાંધો મેળવી આપે છે.ત્યાર બાદ આપને એમના આશ્રિત થવાથી સનાથ થઈએ છીએ.

21 April 2019

શ્રેણિક રાજા અને અનાથી મુનિ (ભાગ-1)

શ્રેણિક રાજા અને અનાથી મુનિ

ભાગ-1

એક દિવસ મગધ દેશના રાજા શ્રેણિક ઘોડેસવારી કરતાં જંગલમાં પહોંચી જાય છે. ત્યાં એક યુવાન, રૂપાળા અને તેજસ્વી મુનિને ધ્યાનમાં બેઠેલા જુએ છે. તેમનું નામ હતું અનાથી મુનિ. તેમનું રૂપ જોઇને રાજા અત્યંત આનંદ પામે છે. રાજા ખૂબ વિનયપૂર્વક મુનિને પૂછે છે, 'તમને એવું તે શું દુઃખ પડી ગયું છે કે આ ભરયુવાનીમાં બધું ત્યાગ કરીને બેઠા છો? સંસારના ભોગ ભોગવવા સંસારમાં પાછા આવો.' મુનિએ કહ્યું, 'રાજન, આ સંસારમાં હું અનાથ છું. આથી વૈરાગ્ય પામી મેં સંસારનો ત્યાગ કર્યો છે. હવે મારે સંસારમાં પાછા નથી આવવું.'

આ સાંભળી રાજાએ કહ્યું, ' ઓહ! આટલી જ વાત છે! મુનિ , હું તમારો નાથ બનવા તૈયાર છું. હું તમારો બધો જ ભાર માથે રાખીશ. હવે તો સંસાર માં પાછા આવો.'

અનાથી મુનિએ શ્રેણિકને કહ્યું, 'અરે શ્રેણીક! મગધ દેશના રાજા. તમે પોતે જ અનાથ છો તો તમે મારા નાથ શું થશો?' મુનિના વચનથી રાજા આશ્ચર્ય પામ્યો કે મારી પાસે તો સર્વ સાધન સંપત્તિ છે, પુષ્કળ ધન વૈભવ છે, પત્ની-પુત્રાદીથી હું સુખી છું, બધા જ પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે, વિશાળ સૈન્ય થી હું સજ્જ છું, કેટલાયે રાજ્યો મને આધીન છે, બધા મારી આજ્ઞા મને છે, દુનિયાની કઈ વસ્તુ જો મને જોઈએ છે અને મારી પાસે નથી? બધું હોવા છતાં હું અનાથ કઈ રીતે હોઉં?'

મુનિએ કહ્યું, 'હે રાજન ! મારી વાત તમે બરાબર સમજ્યા નથી. હું તમને મારી વાત કરું, જેથી તમારી શંકાનું સમાધાન થાય.' આમ કહી મુનિ રાજાને પોતાની વાત કહી સંભળાવે છે.

To be continued..........

19 April 2019

જયંતગિરીની અનોખી જાત્રા

જયંતગિરીની અનોખી જાત્રા
Palitana
એક યુવા મુનિ ભગવંતે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા ન થાય ત્યાં સુધી મિઠાઈ બંધ.એક વર્ષ વીતી ગયું, યાત્રાનો જોગ ન થયો.તે મુનિ ભગવંતે ફળનો ત્યાગ કર્યો.ત્રીજા વર્ષેતો બે દ્રવ્ય સિવાય કંઈજ ન વાપરવું તેવો ભિષણ  સંકલ્પ કર્યો.અને શત્રુંજય  તરફ વિહાર થયો.
રોજના ૨૫/૩૦/કી.મી.નો વિહાર કર્યો તોય ચૈત્રીપૂનમની સવારે શ્રી શત્રુંજય ગિરિરાજ નું અંતર ૪૦કી.મી. બાકી રહ્યું. મુનિ ભગવંતે અભિગ્રહ કર્યોકે જ્યાં સુધી શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર શ્રીઆદિનાથ દાદાના દર્શન ન કરું ત્યાં સુધી પાણીનો પણ ત્યાગ!! દ્દઢનિશ્ચયી મુનિ ભગવંતે વિહાર શરુ કર્યો.ઉનાળો કહે  મારું કામ. પણ  કોને તેની પડી છે?નીચા નેણ રાખીને મુનિ ભગવંત મૌની બનીને ચાલી રહ્યા છે. સાંજે ચાર વાગ્યે તળેટી, ને પાંચ વાગ્યે દાદા ના દરબારમાં!! દાદાના દર્શન કરતાં  મુનિશ્રી  ને કલાક વીતી ગયો.  મુનિ ભગવંતે તળેટી તરફ વિહાર કર્યો.રસ્તામાં પરબ આવી.મુનિશ્રીએ કહ્યું!ભાઈ પાણીનો જોગ છે? જવાબ મળ્યો, હમણાં જ પરઠવી દીધું. બે ત્રણ પરબમાં આજ જવાબ!!   ૪૦કી.મી નો ઉનાળાનો વિહાર, શ્રી શત્રુંજય તીર્થની યાત્રા, ખુબજ તરસ લાગેલી,તો પણ મુનિશ્રીએ ચૌવિહાર નું પચ્ચખાણ લઈ લીધું. ધન્ય છે એ મુનિ ભગવંતને !!એ મુનિ ભગવંત એટલે સીધ્ધગીરી ને ભેટવા નો ભાવ જાગ્યો રે!! જેવા અનોખા સ્તવનના રચઈતા ,
 શ્રી જયન્તસેન સુરિજી ગુરુદેવ.

ideamage