Followers

29 June 2019

SHREE AADINATH CHARITRA (BHAG) - 21 | JAIN STUTI STAVAN


ભગવાન શ્રી ઋષભદેવ ચરિત્ર ભાગ - 21

➽ભરતને કૈવલ્ય:
રાજનૈતિક અને સાંસ્કૃતિક એકતાને માટે ભરતે ભાઈઓના સાથે જે વ્યવહાર કર્યો હતો તેથી તેઓ પોતે લજ્જા અનુભવતા હતા. ભાઈઓને ગુમાવીને રાજ્ય પ્રાપ્ત કરવા છતાં પણ તેના માનસમાં પ્રસન્નતા ન થઈ, વિરાટ રાજ્યનો ઉપભોગ કરવા છતાં પણ તેઓ હવે તેમાં આસક્ત ન હતા. સમ્રાટ બનવા છતાં પણ તેઓ સામ્રાજ્યવાદી વૃત્તિના ન હતા. લાંબા વખત સુધી રાજ્યશ્રીનો ઉપભોગ કર્યા પછી ભગવાન શ્રી ઋષભદેવ મોક્ષે પધાર્યા પછી એક વખત વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈને અરીસા ભવનમાં ગયા. આંગળીમાંથી વીંટી સરી ગઈ તેથી તે અસુંદર દેખાવા લાગી. ભરતે આ જોયું ત્યારે અન્ય આભૂષણો પણ ઉતાર્યા. સુંદરતાનું રૂપ બદલાતું જોઈને ચિંતનનો પ્રવાહ વેગવાન બન્યો. 

ભરત વિચાર કરવા લાગ્યા- "આ બધું સૌંદર્ય કૃત્રિમ છે, કૃત્રિમતા સદા ક્ષણભંગુર હોય છે. સુંદરતા તે છે કે જે અક્ષય, અજર, અમર હોય. જે કોઈ અન્યની અપેક્ષાએ નહિ પરંતુ સ્વયંના રૂપમાં જ સુંદર હોય, તે સૌંદર્ય બહાર નહિ અંતરમાં છે. આત્માની અંદર... ... ... અનંત જ્ઞાન! અનંત દર્શન! એ જ મારા અક્ષર સૌંદર્યનો ભંડાર છે" આ જાતનું ચિંતન કરતા કૃત્રિમ સૌંદર્યમાંથી આત્મ સૌંદર્યમાં પહોંચી ગયા. કર્મમળનું પ્રક્ષાલન કરતાં કરતાં કેવળજ્ઞાની બની ગયા. આ રીતે ભગવાનના સોએ પુત્રોએ તથા બ્રાહ્મી-સુંદરી બન્ને પુત્રીઓએ શ્રમણત્વનો સ્વીકાર કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું અને મોક્ષે ગયા.

No comments:

Post a Comment

ideamage