Ad Code

શ્રી આદિનાથ ભગવાન નું હાલરડું | Aadinath Bhagwan Halardu In Gujarati Lyrics

Aadinath Bhagwan Halardu In Gujarati

Aadinath Bhagwan Halardu In Gujarati


(રચના : પૂજ્ય શ્રી ધનંજય મુનિ મહારાજ)

હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)
માતા મરૂદેવા ઝૂલાવે ઋષભને પારણે રે
ગાયે મીઠા-મધુરા હાલરડાના ગીત
રેશમ દોરી ને વલી ઘુઘરી બાંધી ઝૂલણે રે
રણઝણે સ્નેહ સિતારી ગાજે મધુર સંગીત
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

Also Read :- Aadinath Bhagwan Halardu In Hindi

ચૌદે સ્વપ્ને હોવે ચક્રી કે જિનરાજ
થાશે પ્રથમ તીર્થંકર તારણતરણ જહાજ
દેવેન્દ્રના મુખથી એહવી વાણી સાંભલી રે
મારે શિરે ચડીયો રત્નકુક્ષીનો તાજ
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

મારી કુખે જન્મ્યા પ્રથમ શ્રી તીર્થકરા રે
પહેલા રાજેશ્વરને નિર્મોહી અણગાર
મારી કૂખે જન્મ્યા યુગલા ધર્મ નિવારકા રે
મારે આંગણે વરસી સરસ સુધારસ ધાર
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

રીખવ જમણી જંઘે લંછન વૃષભ નું સોહતું રે
પહેલે સુપને દીઠો ધવલ ને સુંદરવાન
જાયા તાહરે અંગે લક્ષણો રૂડા દીપતા રે
તાહરૂ મુખડૂ જાણે શરદ પુનમનો ચાંદ
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

નંદન નાનડીયા તુજે વંશજ નાભિરાયના રે
નંદન સુનંદાના મન તણા મલ્હાર
નંદન મમ અંતરીયે વાસલી વાગે વ્હાલની રે
નંદન અયોધ્યામાં વર્તે જયજયકાર
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

પ્યારા બાલકુંવરને પેખંતા વચ્છલ ઉભરે રે
મૈયા-મૈયા સુણતા ઉલ્લસે પ્રેમનું પૂર
પ્રેમે પોઢાડું ખોલે હીંચોલૂ વલી હેતથી રે
મારા ચિરંજીવી પામો સુખ ભરપુર
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

વ્હાલા લાગો છો કહી ઈન્દ્રાણી ખેલાવતી રે
ધારી રાખે ઉત્સંગે-સેવા કરે એક ચિત્ત મુખડુ
જોઈ-જોઈને લે ઘડી-ઘડી ઓવારણા રે
જાણે હૈયે જાગી જુગ-જુગ જૂની પ્રીત
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

મન મોરલીયો નાચ્યો મેરૂગિરિએ પખાલતા રે
મંગલ આઠ આલેખી ભક્તિ કરે અમરીશ
છપ્પન દિક્કુમરીએ બાંધી તુજને રાખડી રે
પર્વત જેટલું જીવો દીધી તુમ આશિષ
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

સુરત નગરે વર્ણવ્યું મરૂદેવા સુતનું પારણું રે
જે કોઈ ગાશે-સુણશે માતાના દિલનો પ્યાર
મુનિ ધનંજયે રચિયું આદેસરનું હાલરૂ રે
મુક્તમાળા વરશે પામશે જયજયકાર રે… (૨)
હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (૨)

Post a Comment

0 Comments

Ad Code