Ad Code

Neminath Ni Abhishek Dhara Vishva ( Gujarati Lyrics ) Jain Stuti Lyrics | Jain Stuti Stavan

Neminath Ni Abhishek Dhara Vishva Gujarati Lyrics

Neminath Ni Abhishek Dhara Vishva Gujarati Lyrics


(ગિરનારી નેમિનાથ દાદા – અભિષેક સ્તુતિ)

ગિરનાર પર પ્રભુ નેમ ના, અભિષેકનો પાવન સમય
પ્રભુ નેમિનાથ જિનાલયે, વાતાવરણ શુભ ભાવમય
તે પરમ પાવન દ્રષ્ય મારા, નેત્ર ને નિર્મલ કરો
નેમિનાથની અભિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૧)

શ્યામલ પ્રભુના મસ્તકે, નિરખુ હુ ક્ષીરધારા ધવલ
રોમાંચ અનુપમ અનુભવુ, ગદ-ગદ હૃદય લોચન સજલ
પ્રત્યેક આત્મપ્રદેશે નેમિ, પ્રિતને નિશ્ચલ કરો
નેમિનાથની અભિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૨)

અભિષેકના સુપ્રભાવથી, વિધ્નો તણો થાઓ વિલય
સર્વત્ર આ સંસારમા, શાસન તણો થાઓ વિજય
સુખ શાંતિ પામે જીવ સહુ, કરુણા સુવાસિત દિલ કરો
નેમિનાથની અભિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૩)

અભિષેકના સુપ્રભાવથી, ભાવતાપનુ થાજો શમન
ઉર કેરી ઉખર ભૂમિપર, સમ્યક્ત્વનું થાઓ વપન
મિથ્યાત્વ મોહ કુવાસના, કુમતિ તણોં સવિ મલ હરો
નેમિનાથની અભિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૪)

અભિષેકના સુપ્રભાવથી, ગિરનાર નો જય વિશ્વમા
મહિમા મહા ગિરિરાજ નો, વ્યાપી રહો આ વિશ્વમા
આ તીર્થ ના આલંબને, ભવિ જીવ શિવ મંજિલ વરો
નેમિનાથની અભિષેક ધારા, વિશ્વનુ મંગલ કરે… (૫)


Post a Comment

0 Comments

Ad Code