Ad Code

મારા હોઠે તમારું સ્મ૨ણ Lyrics | Mara Hothe Tamaru Smaran Lyrics In Gujarati | Jain Stavan Lyrics

મારા હોઠે તમારું સ્મ૨ણ Lyrics | Mara Hothe Tamaru Smaran Lyrics In Gujarati | Jain Stavan Lyrics

મારા હોઠે તમારું સ્મ૨ણ Lyrics | Mara Hothe Tamaru Smaran Lyrics In Gujarati | Jain Stavan Lyrics

તમારું રમરણ

(લય : એ માલિક તેરે બંદે)

મારા હોઠે તમારું સ્મ૨ણ, મને રાખો તમા૨ે શ૨ણ;

મને નિર્મળ કરો, અને નિર્ભય કરો હું ઝંખુ તમારા ચરણ

મેં અધર્મ ઘણો યે કર્યો, અરે પાપોથી પણ ના ડર્યો

તું દયાળુ પ્રભુ, હું તારા ૫૨ નભુ, તોય ચોરાશી ફેરા ફર્યો

મારા જીવનનું તરસ્યું હ૨ણ... તમે દેજો કરુણા ઝરણ

મને નિર્મળ કરો..... (૧)

મારી ભૂલો મને યાદ છે. મધરાતે વલોપાત છે.

જીવ મારો બળે, આંસુમાં ઓગળે, હવે પસ્તાવો દિનરાત છે.

તમે સ્વામી! કરો અવતરણ... તા૨ા પગલે થતું જાગરણ...

મને નિર્મળ કરો... (૨)

મહામૂલી હતી જિંદગી... એની ચિંતા કરું ક્યાં લગી ?

કંઠમા પ્રાણ હો.. અને શુભધ્યાન હો, બસ, નાની-શી છે બંદગી

પુણ્ય “ઉદયનું” પહેલું કિરણ... મને મળજો સમાધિ મ૨ણ

મને નિર્મળ કરો... (3)

Post a Comment

0 Comments

Ad Code