શાસન સમ્રાટ નેમિસૂરીગુરુદેવ ની સ્તુતિ | Shri Nemisuriji Guru Stuti Lyrics In Hindi
અહો યોગ ને ક્ષેમના આપનારા,
તમે નાથ છો તારનારા અમારા,
પ્રભો નેમિસૂરીશ સૌભાગ્યશાલી,
નમું શ્રી ગુરૂ બાલ્યથી બ્રહ્મચારી,
તારા ગુણોનો નહિ પાર આવે,
વિનાશક્તિએ તે ગણ્યા કેમ જાવે?
તથાપિ સ્તુતિ ભક્તિથી આ તમારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી,
લહી યોગને આઠ અંગે સમાધિ,
ભલા આત્મપંથે રહી સિદ્ધિસાધી;
ક્રિયા જ્ઞાનને ધ્યાનના યોગધારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી,
હતા આપના ભક્ત ભૂપાલ ભારી,
તમે ધર્મની વીરતાને ઉગારી;
મહાતીર્થ ને ધર્મના જોગધારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી,
અમે નિર્ગુણી ને ગુણી આપ પુરા,
અમે અજ્ઞ ને આપ જ્ઞાને સનૂરા;
મળો ભક્તિ એ ભેદને છેદનારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી,
નથી આપની સેવના કાંઈ કીધી,
કહેલી વળી ધર્મશિક્ષા ન લીધી;
ક્ષમા આપજો પ્રાથના એ અમારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી,
હતા આપ યોગે અમે તો સનાથ,
અભાગી થયા આપ વિના અનાથ;
અમે માંગીએ એક સેવા તમારી,
નમું શ્રી ગુરુ બાલ્યથી બ્રહ્મચારી,
હવે પ્રેમથી બોધ એ કોણ દેશે ?
અમારી અરે ! કોણ સંભાળ લેશે ?
દયાળુ તમે દિલમાં દાસ લેજો,
સદા સ્વર્ગથી નાથ આશિષ દેજો.
Shri Nemisuriji Guru Stuti Lyrics In Hindi
अहो योग ने क्षेमना आपनारा,
तमे नाथ छो तारनारा अमारा,
प्रभो नेमिसूरीश सौभाग्यशाली,
नमुं श्री गुरू बाल्यथी ब्रह्मचारी,
तारा गुणोनो नहि पार आवे,
विनाशक्तिए ते गण्या केम जावे?
तथापि स्तुति भक्तिथी आ तमारी,
नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी,
लही योगने आठ अंगे समाधि,
भला आत्मपंथे रही सिद्धिसाधी;
क्रिया ज्ञानने ध्यानना योगधारी,
नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी,
हता आपना भक्त भूपाल भारी,
तमे धर्मनी वीरताने उगारी;
महातीर्थ ने धर्मना जोगधारी,
नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी,
अमे निर्गुणी ने गुणी आप पुरा,
अमे अज्ञ ने आप ज्ञाने सनूरा;
मळो भक्ति ए भेदने छेदनारी,
नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी,
नथी आपनी सेवना कांई कीधी,
कहेली वळी धर्मशिक्षा न लीधी;
क्षमा आपजो प्राथना ए अमारी,
नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी,
हता आप योगे अमे तो सनाथ,
अभागी थया आप विना अनाथ;
अमे मांगीए एक सेवा तमारी,
नमुं श्री गुरु बाल्यथी ब्रह्मचारी,
हवे प्रेमथी बोध ए कोण देशे ?
अमारी अरे ! कोण संभाळ लेशे ?
दयाळु तमे दिलमां दास लेजो,
सदा स्वर्गथी नाथ आशिष देजो.
0 Comments