Followers

1 January 2019

શ્રી પાર્શ્વનાથ પ્રભુ પુરુષાદાનીય કેમ કહેવાયા ? | Jain Stuti Stavan

🌷શ્રી પાર્શ્વનાથ પ્રભુ પુરુષાદાનીય કેમ કહેવાયા ? તેઓશ્રી નો વિશેષ મહિમા અને ભારતવર્ષમાં સૌથી વધુ જિનાલયો કેમ જોવા મળે છે?
〰〰〰〰〰〰〰〰〰
👉કારણ કે.......

*શ્રી પાર્શ્વનાથ પ્રભુ* તીર્થંકર તરીકેના ભવથી  પૂર્વના ત્રીજા ભવમાં *શ્રી કનકબાહુ* નામે રાજા હતાં શ્રી કનકબાહુ રાજાએ સંયમ નો સ્વીકાર કર્યો. વિધિપૂર્વક વીશ સ્થાનક તપ ની આરાધના કરી. *'સવી જીવ કરું શાસનરસી'* ની ઉત્કૃષ્ટ ભાવના ભાવી તીર્થંકર નામ કર્મની નિકાચના કરી.


કાલધર્મ પામી પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્ય વાળા પ્રમુખ દેવ થયાં. એ સમય *તેરમાં તીર્થંકર શ્રી વિમલનાથ પ્રભુ* નો હતો.

આ પછી *બાવીસમાં શ્રી નેમિનાથ ભગવાન* નિર્વાણ પામ્યા ત્યાં સુધી *દેવભવમાં રહેલા પ્રભુના આત્માએ* શ્રી જિનેશ્વર ભગવંતોના *500 કલ્યાણક* મહોત્સવોમાં *અગ્રેસર* બનીને અપૂર્વ પુણ્યબંધ કર્યો હતો.

*500 કલ્યાણક આ રીતે સમજવા.*

20 સાગરોપમ ના એ કાળ દરમિયાન 05 ભરત અને 05 ઐરાવત મળી 10 ક્ષેત્રો માં દશ દશ તીર્થંકરો થયા...

એટલે *5 ભરતક્ષેત્ર x 10=50*
      *5 ઐરાવતક્ષેત્ર x10=50*
કુલ *100* તીર્થંકર ભગવંતો થયાં.
દરેક તીર્થંકરના *5 કલ્યાણકો* ગણતાં કુલ્લે 500 કલ્યાણકો થાય.

દેવલોક માં રહેલા પાર્શ્વનાથ પ્રભુના આત્માએ 20 સાગરોપમના આયુ દરમ્યાન
આ બધાંજ *500 કલ્યાણકો* ની ઉજવણીમાં *અગ્રેસર* બનીને ભક્તિનું ભાથું બાંધ્યું હતું.

આ પુણ્યનો ઉદય પ્રભુને *પુરુષાદાનીય* બનાવે એમાં આશ્ચર્ય પણ શું છે?

બધા તીર્થંકરો માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વધુ *જગપ્રસિદ્ધતા* નો આ પણ એક હેતુ હોઈ શકે..

*➡આ ઘટનાને પંડિત શ્રી શુભવીરે શ્રી પંચ કલ્યાણક પૂજા ના પ્રારંભ મા સુંદર રીતે વર્ણવી છે.....*

*કનકબાહુ ભવે,*
*બંધ જિનનામનો,*
*કરીય દશમે દેવલોકવાસી,*

*સકળ સુરથી ઘણું,*
*તેજ ક્રાંતિ ભણી,*
*વીસ સાગર સુખ તે વિલાસી,*

*ક્ષેત્ર દસ જિનવરા,*
*કલ્યાણક પાંચસે,*
*ઉત્સવ કરતાં સુર સાથસું એ,*

*થઈ અગ્રેસરી,*
*સાસય જિન તણી,*
*રચત પૂજા નિજ  હાથસું એ?*
➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment

ideamage