Followers

4 May 2019

AJIT SHANTI STOTRA NI RACHANA


શ્રી શત્રુંજય ગિરિરાજ અને શ્રી અજિતશાંતિ સ્તોત્ર


શ્રી અજિતનાથ અને શ્રી શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી. કથા એવી છે કે નંદીષેણ મુનિ શત્રુંજય તીર્થની સ્પર્શના કરતા કરતા પ્રદક્ષિણા કરી રહ્યા હતા એ દરમ્યાન આ દેરીઓની સમીપે આવ્યા અને ત્યાં તેમને પ્રભુની કાવ્યમય સ્તવના કરવાની ઇચ્છા થઈ. નંદીષેણ મુનિ પોતે બહુ સમર્થ કવિ હતા. એ વખતે અજિતનાથ અને શાંતિનાથની દેરીઓ આજે છે તેમ પાસે પાસે નહીં, પરંતુ સામસામે હતી. આથી નંદીષેણ મુનિને મૂંઝવણ થઈ કે સ્તવના કરવા બેસવું કઈ રીતે. એક દેરી સામે બેસે તો બીજી દેરી તરફ પીઠ આવે. જૈનો ભગવાન તરફ પીઠ કરતા નથી. આથી તેમણે બન્ને દેરીઓથી થોડા દૂર રહીને એક જ સ્તોત્ર દ્વારા બન્ને દેરીઓમાં રહેલા ભગવાનની સંયુક્ત સ્તવના કરી. કહેવાય છે કે નંદીષેણ મુનિની ભક્તિભરી સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે જૈનોમાં વ્યાપક પ્રસિદ્ધિ ધરાવે છે અને તે અત્યંત ચમત્કારી મનાય છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.

No comments:

Post a Comment

ideamage