Ad Code

रजोहरण क्यारे मळे स्तुति | રજોહરણ ક્યારે મળે સ્તુતિ | Rajoharan Kyare Male stuti in Hindi

Rajoharan Kyare Male stuti

रजोहरण क्यारे मळे स्तुति | રજોહરણ ક્યારે મળે સ્તુતિ | Rajoharan Kyare Male stuti in Hindi


Rajoharan Kyare Male stuti in Gujarati


વિતરાગ તુજ પાયે પડ઼ી, હું કરું વિનંતી એટલી,
સાધુ નો વેશ ક્યારે મળે, માંગુ પ્રભુ બસ એટલુ . . .
કુમકુમ તણા તે છાઁટણા, કેસર તણા તે સાથિયા,
રજોહરણ ક્યારે મળે, માંગુ પ્રભુ બસ એટલું… ૧

જે માર્ગ પર આરુઢ઼ થઈ, તીર્થંકરોં પણ ચાલતા,
જે માર્ગને સૂરલોકના, દેવો સદા એ ઝંખતા,
જે માર્ગને ગ્રહીને અનંતા, જીવ સિદ્ધિ પામતા,
એ પરમ સંયમ ધર્મને, હોજો સદા મુજ વંદના… ૨

જે માર્ગનો મહિમા વદે, તીર્થંકરો નિજ વાણીમાં,
જે માર્ગનો મહિમા ગુંથે, શ્રી ગણધરોં નિજ જ્ઞાનમાં,
જે માર્ગનો મહિમા કહે, સહું મુનિવરોં ઉપદેશમાં,
એ પરમ સંયમ ધર્મને, હોજો સદા મુજ વંદના… ૩

આરાધના નું અવતરણ, આનંદનું વહેતું ઝરણ,
સાવધ સઘળી પાપ કરણીઓ, તણું જ્યાં વિસ્મરણ,
મારા પ્રભુની જીવન શૈલીનું જ, જ્યાં છે અનુસરણ,
ભય મુક્ત ભાવે યુક્ત તે, ચારિત્ર પદને વંદના… ૪

રહે ભાવ મનમાં વિરતિનો, પ્રભુ એવુ સત્ મને આપજે,
મુખમાં રટણ નમો લોએ સવ્વ સાહુણં નું આપજે,
શણગાર કાયા પર શ્રમણના, વેશનો મને આપજે,
બને મુક્ત ભવથી આતમા, વરદાન એવુ આપજે… ૫

સો ક્રોડ શ્રમણો ધન્ય છે, સાનિધ્ય માણે છે સતત,
સો ક્રોડ શ્રમણી ધન્ય છે, સાધે સતત નિર્વાણ પથ,
ક્યારેક તો હે નાથ તારો, હાથ મુજ માથે ફરે,
ક્યારેક તુજ હાથે મને, રજોહરણ પ્રભુ સાંપડે,
તારો હાથ મુજ માથે ફરે, મને રજોહરણ પ્રભુ સાંપડે… ૬

Rajoharan Kyare Male stuti in Hindi


वितराग तुज पाये पड़ी, हुं करुं विनंती एटली,
साधु नो वेश क्यारे मळे, मांगु प्रभु बस एटलु . . .
कुमकुम तणा ते छाँटणा, केसर तणा ते साथिया,
रजोहरण क्यारे मळे, मांगु प्रभु बस एटलुं… १

जे मार्ग पर आरुढ़ थई, तीर्थंकरों पण चालता,
जे मार्गने सूरलोकना, देवो सदा ए झंखता,
जे मार्गने ग्रहीने अनंता, जीव सिद्धि पामता,
ए परम संयम धर्मने, होजो सदा मुज वंदना… २

जे मार्गनो महिमा वदे, तीर्थंकरो निज वाणीमां,
जे मार्गनो महिमा गुंथे, श्री गणधरों निज ज्ञानमां,
जे मार्गनो महिमा कहे, सहुं मुनिवरों उपदेशमां,
ए परम संयम धर्मने, होजो सदा मुज वंदना… ३

आराधना नुं अवतरण, आनंदनुं वहेतुं झरण,
सावध सघळी पाप करणीओ, तणुं ज्यां विस्मरण,
मारा प्रभुनी जीवन शैलीनुं ज, ज्यां छे अनुसरण,
भय मुक्त भावे युक्त ते, चारित्र पदने वंदना… ४

रहे भाव मनमां विरतिनो, प्रभु एवु सत् मने आपजे,
मुखमां रटण नमो लोए सव्व साहुणं नुं आपजे,
शणगार काया पर श्रमणना, वेशनो मने आपजे,
बने मुक्त भवथी आतमा, वरदान एवु आपजे… ५

सो क्रोड श्रमणो धन्य छे, सानिध्य माणे छे सतत,
सो क्रोड श्रमणी धन्य छे, साधे सतत निर्वाण पथ,
क्यारेक तो हे नाथ तारो, हाथ मुज माथे फरे,
क्यारेक तुज हाथे मने, रजोहरण प्रभु सांपडे,
तारो हाथ मुज माथे फरे, मने रजोहरण प्रभु सांपडे… ६

Post a Comment

0 Comments

Ad Code