ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ : Bhakti Karta Chhute Mara Pran Lyrics In Gujarati

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ : Bhakti Karta Chhute Mara Pran Lyrics In Gujarati

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ : Bhakti Karta Chhute Mara Pran Lyrics In Gujarati

પ્રભુ એવું માગું છું
રહે હૃદય કમળમાં તારું ધ્યાન
પ્રભુ એવું…

તારું મુખડું મનોહર જોયા કરું,
રાત દિવસ ગુણો તારા ગાયા કરું
અંત સમય રહે તારું નામ
પ્રભુ એવું માગું છું.. ભક્તિ કરતાં…

મારી આશા નિરાશા કરશો નહિ,
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ
શ્વાસોશ્વાસ રહે તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું.. ભક્તિ કરતાં…

મારા પાપ ને તાપ સમાવી લેજો,
આ સેવકને ચરણોમાં રાખી લેજો
દેજો આવીને દર્શન દાન
પ્રભુ એવું માગું છું.. ભક્તિ કરતાં…

તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો,
તમને મળવાને પ્રભુ હું તો તલસી રહ્યો
મને રાખો તમારી પાસ
પ્રભુ એવું માગું છું.. ભક્તિ કરતાં…

મારા ભવોભવનાં પાપો દૂર કરો
મારી અરજી પ્રભુજી હૈયે ધરો
તમે રહેજો ભવોભવ સાથ
પ્રભુ એવું માગું છું.. ભક્તિ કરતાં…

Post a Comment

Previous Post Next Post