Parv Paryushan Aaviya (Lyrics in Gujarati) | Best Paryushan Jain Stavan

Parv Paryushan Aaviya (Lyrics in Gujarati) | Best Paryushan Jain Stavan

Parv Paryushan Aaviya (Lyrics in Gujarati) | Best Paryushan Jain Stavan


(રચના : પ. પૂ. માણેકવિજય મ. સા.)
(રાગ : વિરતીધર નો વેશ પ્યારો)

પર્વ પજુષણ આવિયાં, આનંદ અંગ ન માય રે,
ઘર ઘર ઉત્સવ અતિ ઘણાં, શ્રી સંઘ આવીને જાય રે
પર્વ…

જીવ અમારિ પલાવિએ, કીજીએ વ્રત પચ્ચકખાણ રે,
ભાવ ધરી ગુરુ વંદીએ રે, સુણીએ સૂત્ર વખાણ રે
પર્વ…

આઠ દિવસ એમ પાળીએ, આરંભનો પરિહરો રે,
નાવણ ધોવણ ખંડણ, લીંપણ પીસણ વારો રે
પર્વ…

શક્તિ હોય તો પચ્ચક્ખીએ, અઠ્ઠાઈ અતિ સરો રે,
પરમ ભક્તિ પ્રીતિ લાવીને, સાધુને ચાર અહારો રે
પર્વ…

ગાય સોહાગણ સવિ મળી, ધવલ મંગલ ગીત રે,
પકવાનો કરી પોષીએ, પારણે સહમ્મિ મન પ્રીત રે
પર્વ…

સત્તર ભેદી પૂજા રચી, પૂજીએ શ્રી જિનરાય રે,
આગળ ભાવના ભાવીએ, પાતિક મલ ધોવાય રે
પર્વ…

લોચ કરાવે સાધુજી, બેસે બેસણા માંડી રે,
શિર વિલેપન કિજીએ, આલસ અંગથી છંડી રે
પર્વ…

ગજગતિ ચાલે ચાલતી, સોહગણ નારી રે આવે રે,
કુંકુંમ ચંદન ગહુંલી, મોતીએ ચોક પુરાવે રે
પર્વ…

રૂપા મહોર પ્રભાવના, કરીએ તવ સુખકારી રે,
શ્રી ક્ષમાવિજય કવિરાયને, બુધ “માણેકવિજય” જયકારી રે…
પર્વ…

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS