મેવા મળે કે ના મળે | Mukti male ke na male Lyrics In Gujarati

મેવા મળે કે ના મળે | Mukti male ke na male Lyrics In Gujarati

મેવા મળે કે ના મળે | Mukti male ke na male Lyrics In Gujarati



મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે

મારો કંઠ મધુરો ના હોય ભલે,
મારો સૂર બેસૂરો હોય ભલે
શબ્દ મળે કે ના મળે,
મારે કવિતા તમારી કરવી છે ।।૧।।
મુક્તિ મળે કે ના મળે…

આવે જીવનમાં તડકા ને છાંયા
સુખ દુઃખના પડે ત્યાં પડ્છાયા,
કાયા રહે કે ના રહે
મારે માયા તમારી કરવી છે ।।૨।।
મુક્તિ મળે કે ના મળે…

હું પંથ તમારો છોડું નહીં
ને દૂર દૂર ક્યાંય દોડું નહીં,
સંસારને હું છોડી શકું
એવી યુક્તિ મારે કરવી છે ।।૩।।
મુક્તિ મળે કે ના મળે…

મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે…

Post a Comment

Previous Post Next Post