આ ઉપધાનમાં મારી પ્રીત બંધાઈ | Aa Updhan Ma Mari Prit Bandhai
(રાગ : મને યાદ આવશે તારી ગમતી વાતો)
વિરતીની દુનિયા લાગે છે પ્યારી,
આ ઉપધાનમાં મારી પ્રીત બંધાઈ…
આસ્વાદ મળે છે, અહીં સાધુ જીવનનો,
નિષ્પાપ વહે છે, આ સમય જીવનનો..
મન મસ્ત રહે છે, મન સ્વસ્થ રહે છે,
નિશદિન હૈયામાં, શુભ ભાવ વહે છે..
કણકણમાં આનંદ રહ્યો છલકાઈ…
આ ઉપધાનમાં…
સો ખમાસમણ ને, સો કાઉસ્સગ કરતાં,
વીસ નવકારવાળી, મન દઈને ગણતા..
આળસ ત્યજી ને, જે સાધના કરતા,
તેના સહુ પાપો, એકસાથે જલતાં..
સમતાને રંગ રહ્યો આજ રંગાઈ…
આ ઉપધાનમાં…
મનજી મગન આ પરિવાર વિનવે,
ભોરોલ તીર્થ ને, પ્રભુ નેમિ કૃપાયે..
રામચંદ્રસૂરિશ્વર, ગુણ-કીર્તિ ગુરુવર,
પામીને અંગઅંગ, ઉત્સાહ લહે છે..
આ દિવ્યપળો માં, રહ્યો આજ ભીંજાઈ…
આ ઉપધાનમાં…
0 Comments